Gujarat Rain: આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી, ભારે વરસાદની શક્યતા નહિવત

Gujarat Rain: આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી, ભારે વરસાદની શક્યતા નહિવત

પ્રતિકાત્મક તસવીર

1/6
Gujarat Weather : હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે. હાલ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 30 જુલાઇથી 5 ઓગસ્ટ રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.
2/6
અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ. કે. દાસના જણાવ્યા અનુસાર વરસાદનું જોર ધીમે ધીમે ઘટી રહ્યું છે. આગામી પાંચ દિવસ સમાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે.થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
3/6
જોકે વરસાદની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 1 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
4/6
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઓછા જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આજે અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.
5/6
રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. 5 ઓગસ્ટ સુધીમાં ક્યાંય પણ ભારે વરસાદની શક્યતા નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
6/6
અત્યારે રાજ્યમાં સિઝનનો સરેરાશ 62.44 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌરાષ્ટ્રમાં આ સિઝનનો 55 ટકા વરસાદ વરસ્યો છે, જ્યારે કચ્છ ઝૉનમાં સિઝનનો 64.17 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 65.70 ટકા વરસાદ અને ઉત્તર ગુજરાતમાં સરેરાશ 65.17 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આ વહેલા વરસાદના કારણે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ છે.
Sponsored Links by Taboola