Rain Alert: આગામી 36 કલાકમાં મેઘતાંડવ જોવા મળશે, 14 જિલ્લાઓ છે ડેન્જર ઝોનમાઃ પરેશ ગોસ્વામીની આગાહી
છેલ્લા 24-36 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં 2થી 12 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ આગામી સમયમાં આનાથી પણ વધુ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ગોસ્વામીના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી પસાર થશે અને ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધશે.
તે કચ્છ થઈને પાકિસ્તાન તરફ આગળ વધશે એવી સંભાવના છે.
વિશેષ ચેતવણી આપતા તેમણે કહ્યું કે અમદાવાદ, આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર અને કચ્છના દરિયાઈ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ તમામ જિલ્લાઓને ખતરનાક ઝોનમાં મૂકવામાં આવ્યા છે.
આટલો ભારે વરસાદ પડવાથી શહેરી વિસ્તારોમાં પણ નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળી શકે છે એવી ચેતવણી પણ આપવામાં આવી છે. સ્થાનિક વહીવટી તંત્રને સાવચેત રહેવા અને જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.