Patan Rain Photo: પાટણ જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
Patan Rain Photo: પાટણ વિસ્તારમાં સવારથી જ મેઘમહેર જોવા મળી રહી છે. ખાસ કરીને પાટણના સાંતલપુરમાં સ્થિતિ વધુ ખરાબ જોવા મળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાંતલપુર તાલુકામાં વહેલી સવારથી મેઘમહેર થતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. સમગ્ર તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે.
સાંતલપુરમાં છેલ્લા 6 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા જ્યા જુઓ ત્યા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભારે વરસાદથી નીચાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. વારાહી પંથકમાં નીચાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.
વારાહીના કાદીસરા તળાવ વિસ્તારમાં પાણી ભરાયા છે. તળાવનું પાણી બેક મારતા લોકોના ઘરો સુધી પાણી પહોચ્ચું છે. હજુ પણ ધીમીધારે અવિરત વરસાદ યથાવત છે. જો હજુ લાંબો સમય વરસાદ યથાવત રહેશે તો સ્થિતિ વણસી શકે છે.
સાંતલપુર પંથકમાં વહેલી સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેને લઇ માનવ જીવન પણ પ્રભાવિત બનવા પામ્યું છે. વારાહી પંથકમાં લખાપરા વિસ્તારના પારકર વાસમાં વરસાદી પાણી મુખ્ય માર્ગ તેમજ ઘરો સુધી પહોંચતા સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
જો હજુ પણ આ પ્રમાણે વરસાદ આવે તો પારકર વાસના રહીશો ને સલામત જગ્યાએ સ્થળાતર કરવાની સ્થિતિનું નિર્માણ થઇ શકે.
પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુર પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છૅ ત્યારે રાધનપુર પંથકમાં નજીવા વરસાદને લઇ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યાં છૅ. જેમાં ખાસ કરી માશાલી રોડ પરના માર્ગ પર પાણી ફરી વળતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છૅ.
સિદ્ધપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. સિદ્ધપુર શહેર સહીત ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે. સિદ્ધપુરના નેદ્રા,ખલી, બીલીયા, લાલપૂર, સહીત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.