Gujarat Election 2022: 14 પાટીદારોનો હત્યારો જનરલ ડાયર કોણ છે? હાર્દિક જાહેર કરે, PAAS ના પોસ્ટરથી ખળભળાટ
Gujarat Assembly Election 2022: બીજા તબક્કાના મતદાનના ગણતરીના કલાકો પહેલાં જ વિરમગામમાં વિવિધ પોસ્ટર લાગતા હાર્દિક પટેલની મુશ્કેલી વધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમતદાનની ગણતરીના કલાકો પહેલાં વિરમગામથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલની મુશ્કેલી વધી છે.
વિરમગામમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના નામ હેઠળ બેનરો લાગ્યા છે. જેમાં હાર્દિક પટેલનો વિરોધ કરતાં સૂત્રો લખવામાં આવ્યા છે.
બેનર્સમાં જે હાર્દિક સમાજનો ન થયો એ શું વિરમગામનો થશે ખરો ?, શહીદોને ન્યાય નહીં ત્યાં સુધી હાર્દિકને મત નહીં, હાર્દિક જાય છે, 13 પાટીદારોનો હત્યારો જનરલ ડાયર કોણ છે ? હાર્દિક જાહેર કરે જેવા બેનરો લાગ્યો છે.
વિરમગામમાં ભાજપના હાર્દિક પટેલ, કોંગ્રેસના લાખાભાઈ ભરવાડ અને આમ આદમી પાર્ટીના અમરસિંહ ઠાકોર વચ્ચે મુકાબલો છે.
તમને જણાવી દઈએ કે જ્યારથી હાર્દિક પટેસ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યો છે ત્યારથી સોશિયલ મીડિયા પર તેમના વિરુદ્ધ કોઈના કોઈ વાતને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહોરો હતો.
તાજેતરમાં ઘણા આંદોલનકારીઓ ભાજપમાં જોડાયા હતા.