Photos: ઉપરવાસમા ભારે વરસાદથી ધરોઇ ડેમ ફૂલ, જુઓ ડ્રૉનથી લેવાયેલી આકાશી તસવીરોમાં રમણીય તસવીરો.....
![Photos: ઉપરવાસમા ભારે વરસાદથી ધરોઇ ડેમ ફૂલ, જુઓ ડ્રૉનથી લેવાયેલી આકાશી તસવીરોમાં રમણીય તસવીરો..... Photos: ઉપરવાસમા ભારે વરસાદથી ધરોઇ ડેમ ફૂલ, જુઓ ડ્રૉનથી લેવાયેલી આકાશી તસવીરોમાં રમણીય તસવીરો.....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/02/0a9347870a863cd79537662aa800517f86004.jpg?impolicy=abp_cdn&imwidth=800)
DHAROI DAM: ગુજરાતમાં ચોમાસાની સિઝન પુરજોશમાં ચાલી રહી છે, વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થયો છે અને ઠેક ઠેકાણે વરસાદે કેર વર્તાવ્યો છે. આ વખતે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાય સ્થળોએ વરસાદ મન મુકીને વરસી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App![Photos: ઉપરવાસમા ભારે વરસાદથી ધરોઇ ડેમ ફૂલ, જુઓ ડ્રૉનથી લેવાયેલી આકાશી તસવીરોમાં રમણીય તસવીરો..... Photos: ઉપરવાસમા ભારે વરસાદથી ધરોઇ ડેમ ફૂલ, જુઓ ડ્રૉનથી લેવાયેલી આકાશી તસવીરોમાં રમણીય તસવીરો.....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/02/b808e2c9c3ba884e90d07be2a41b5e6642128.jpg?impolicy=abp_cdn&imwidth=800)
આ બધાની વચ્ચે મહેસાણા નજીક આવેલો ધરોઇ ડેમ ફૂલ થઇ ગયો છે, ધરોઇ ડેમમાંથી પાણીને સાબમતી નદીમાં છોડવામાં આવી રહ્યો છે.
![Photos: ઉપરવાસમા ભારે વરસાદથી ધરોઇ ડેમ ફૂલ, જુઓ ડ્રૉનથી લેવાયેલી આકાશી તસવીરોમાં રમણીય તસવીરો..... Photos: ઉપરવાસમા ભારે વરસાદથી ધરોઇ ડેમ ફૂલ, જુઓ ડ્રૉનથી લેવાયેલી આકાશી તસવીરોમાં રમણીય તસવીરો.....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/02/aaa0e133ac52016c640aa8b487259b6bd7c67.jpg?impolicy=abp_cdn&imwidth=800)
આ બધાની વચ્ચે ધરોઇ ડેમનો આકાશી નજારો સામે આવ્યો છે. હાલમાં ધરોઇ ડેમ 90 ટકા ભરાઇ ભરાઇ ગયો છે અને ત્યાં અદભુત નજારો સર્જાયો છે.
હાલમાં ધરોઇ ડેમનું પાણીને લેવલ 618.69 ફૂટ પર પહોંચ્યુ છે. સતત પાણીની આવકને લઇને ધરોઇ ડેમનો એક ગેટ ખોલીને 12888 ક્યૂસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યુ છે.
ખાસ વાત છે કે ઉપરવાસના વિસ્તારોમાં અત્યારે વરસાદ ભરપુર વરસી રહ્યો છે, ઉત્તર ગુજરાતથી લઇને રાજસ્થાન સુધી પાણી જ પાણી છે.
ધરોઇ ડેમ અત્યારે છલોછલ થયો છે, અને ગઇકાલે માત્ર એક જ ગેટ ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યુ છે.
આ દરમિયાન સાબરમતી નદી પણ બે કાંઠે થઇ ગઇ હતી.
ઉત્તર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોથી લઇને અમદાવાદ સુધી ધરોઇ ડેમ પાણી પુરુ પાડે છે.
ધરોઇ ડેમની આ તમામ તસવીરો ડ્રૉન દ્વારા કેપ્ચર કરવામાં છે.
આકાશી નજારામાં ધરોઇ ડેમ એકમદ અહલાદક અને મનમોહક લાગી રહ્યો છે. કુદરતી સૌદર્યથી ખીલેલી ધરોઇ ડેમની આજુબાજુની હરિયાણી પણ રમણીય લાગી રહી છે.