Sun Temple Photo: દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું મોઢેરાનું સૂર્ય મંદિર, જુઓ અદભૂત તસવીરો
Sun Temple Photo: G 20 મુખ્ય વિજ્ઞાન સલાહકારોની કોન્ફરન્સના પ્રતિનિધિઓએ મોઢેરા સૂર્યમંદિર અને સુજાણપુરા સોલાર પાવર ઉત્પાદન અને સંગ્રહ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ તેમજ ચંદ્રયાનની થીમની પ્રસ્તુતિથી સૌ મંત્ર મુગ્ધ થયા હતા.
સૂર્યમંદિરના ખગોળીય અને વૈજ્ઞાનિક તેમજ ધાર્મિક મહત્વથી તેઓ આકર્ષિત થયા હતા.
બેઠકોની આ શૃંખલામાં 27થી 29 ઓગષ્ટ દરમિયાન ચીફ સાયન્ટિફિક એડવાઇઝર્સની બીજી બેઠક ગુજરાતને આંગણે યોજાઇ રહી છે.
G-20 ના પ્રતિનધિઓને મંદિરના મહત્વ અને અને તેની વિશેષતાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. લાઈટ એન્ડ સાઉન્ડ શો માં અપાયેલ વૈદિક કાળથી સૂર્યની ઉત્પત્તિ તેમજ પ્રવર્તમાન સમયમાં વિવિધ ક્ષેત્રોમાં મનુષ્યના જીવનમાં સૂર્યનો પ્રભાવ તેમજ વિશ્વભરમાં સૂર્યનું મહત્વ અને વિશેષતા અંગેના વિડીયો પ્રેઝન્ટેશનથી ઉપસ્થિત મહાનુભાવો અત્યંત પ્રસન્ન અને પ્રભાવિત થયા હતા.
મહેસાણાથી ૨૫ કિ.મી.ના અંતરે આવેલું સુપ્રસિધ્ધ મોઢેરા સૂર્યમંદિર ગુજરાતને સોલંકી યુગના શાસનની સ્વર્ણિમ યશોગાથાની ઝાંખી કરાવે છે.
સોલંકીયુગના આ સૂર્યમંદિરના ગર્ભગૃહમાં સંવત ૧૦૮૩નો શિલાલેખ કંડારાયેલો છે. જેના પરથી કહી શકાય છે કે ઇ.સ.૧૦૨૭માં આ મંદિર બંધાયું હશે. પૌરાણિક સમયમાં મોઢેરા તીર્થસ્થાન ગણાતું હતું. આ સૂર્યમંદિર હાલ ગર્ભગૃહ,રંગમંડપ,ગૂઢમંડપ સાથે શિખર વગર ઉભું છે.આ ત્રણેય પરિસરની કુલ લંબાઇ લગભગ ૧૪૫ ફુટ છે.
આ ઉપરાંત દર વર્ષે યોજાતા ઉત્તરાર્ધ મહોત્સવની માહિતીથી પણ અતિથિઓને વાકેફ કર્યા હતા. મોઢેરા સૂર્ય મંદિર ખાતે દેશની અપ્રતિમ સફળતા એવી ચંદ્રયાનની કૃતિ રજૂ કરાઈ હતી જેને પ્રતિનિધિ મંડળે હર્ષ પૂર્વક વધાવી હતી. મુખ્યમંત્રી સાથે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત પદાધિકારીઓ જોડાયા હતા.
G-20ના દેશોમાં આર્જેન્ટીયા,ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, કેનેડા, ચાઇના, ઇયુ, ફ્રાન્સ, જર્મની, ઇન્ડોનેશીયા, ઇટાલી, જાપાન, રિપબ્લિક ઓફ કોરીયા, રશીયન ફેડરેશન, સાઉદી અરેબીયા, સાઉથ આફ્રિકા, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરીકાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા