100મા જન્મદિવસ પર હીરાબાને મળવા પહોંચ્યા PM મોદી, માતાના પગ ધોઇ લીધા આશીર્વાદ
ગાંધીનગરઃ વડાપ્રધાન મોદીએ માતા હીરાબાના 100મા જન્મદિવસ નિમિતે આશીર્વાદ લીધા હતા. નાનાભાઈ પંકજભાઈ સાથે માતા હીરાબા ગાંધીનગરના રાયસણના વૃંદાવન બંગ્લોઝ-2માં રહે છે. ત્યારે વહેલી સવારે 6 વાગ્યેને 26 મીનિટે વડાપ્રધાન રાજભવનથી રાયસણ જવા રવાના થયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરમિયાન વડાપ્રધાન મોદીએ માતા હીરાબાના પગ ધોઇ આશીર્વાદ લીધા હતા. માતા સાથે પાટલા પર બેસી વડાપ્રધાને ખબરઅંતર પૂછ્યા હતા. બંન્ને વચ્ચે લગભગ 30 મિનિટ સુધી વાતચીત કરી હતી.
વડાપ્રધાન મોદીની માતાનો 100મો જન્મદિવસ છે. વડાપ્રધાન મોદી જ્યારે પોતાની કારમાંથી નીચે ઉતર્યા ત્યારે તેના હાથમાં એક બેગ જોવા મળી હતી. આ બેગમાં માતા માટે ભેટ લઈને પહોંચ્યા હતા.
PMના પરિવારને ભગવાન જગન્નાથમાં અનેરી આસ્થા છે. ત્યારે હીરાબાના જન્મદિવસ નિમિતે અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભંડારાનું આયોજન કરાયું છે.
મંદિર ખાતે આજે યોજાનારા ભંડારામાં દાળ-ભાત, પુરી અને માલપુઆ પીરસાશે. આ ભંડારામાં મર્યાદિત સંખ્યામાં સાધુ- સંતો અને હીરાબાના પરિવારજનો ઉપસ્થિત રહેશે.
આ તરફ PMના વતન વડનગરમાં પણ હાટકેશ્વર મંદિરમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુંદરકાંડના પાઠથી લઈને શિવઆરાધના તથા ભજનસંધ્યા સહિતના કાર્યક્રમો યોજાશે.
ગાંધીનગરથી તેઓ સીધા હેલિકોપ્ટર મારફતે પાવગઢ જવા માટે રવાના થયા છે. અહીં તેઓ મહાકાળી માતાના દર્શન કરશે
પીએમ મોદીએ માતા હીરાબાને મીઠાઇ ખવડાવી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. પીએમ મોદી પોતાની માતા માટે ખાસ ભેટ તરીકે શાલ લઈને પહોંચ્યા હતા