PM મોદીએ Morbi Bridge ઘટના સ્થળની મુલાકાત બાદ રાહત-બચાવ કામ કરનાર જવાનો અને ઈજાગ્રસ્તોને મળ્યા, જુઓ Photos
મોરબીમાં સર્જાયેલી ગોઝારી બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 134 લોકોનાં મોત થઈ ચુક્યા છે. ત્યારે આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોરબી મુલાકાતે પહોંચ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રધાનમંત્રી મોદી આજે બપોરે 3.45 વાગ્યે મોરબી પહોંચ્યા હતા. ત્યાર બાદ સીધા પીએમ મોદી મોરબી બ્રિજના દુર્ઘટના સ્થળે જવા રવાના થયા હતા.
પીએમ નરેન્દ્ર મોદી બ્રિજ દુર્ઘટના સર્જાઈ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા. પીએમ મોદીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર ઘટના અને પુલની સ્થિતિ અંગેની માહિતી આપી હતી.
આ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલ અને અન્ય નેતાઓ અને અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પીએમ મોદીને સમગ્ર ઘટનાની તલસ્પર્શી જાણકારી આપી હતી. ત્યાર બાદ પીએ મોદી મોરબી સિવીલ હોસ્પિટલ જવા રવાના થયા હતા.
પીએમ મોદીએ મોરબી સિવીલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા દર્દીઓ સાથે વાતચીત કરી હતી.
ઘટના સ્થળની મુલાકાત બાદ પીએમ મોદી મોરબી સિવીલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં પીએમ મોદીએ તમામ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.
દુર્ઘટના સર્જાયા બાદ રાહત-બચાવ કામગીરીમાં કામ કરનાર આર્મીના જવાનો, એરફોર્સના જવાનો, NDRF, SDRF સહિતના કર્મચારીઓ સાથે પીએમ નરેન્દ્ર મોદીએ રુબરુ મુલાકાત કરી હતી.
રવિવાર (30 ઓક્ટોબર)ના રોજ થયેલા આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 134 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત બાદ પોલીસે કેસ નોંધીને સોમવારે 9 લોકોની ધરપકડ કરી હતી