જેના પર થાય છે પીએચડી, એવા કવિ દાદ માત્ર 4 ધોરણ પાસ, રચનાની આ છે વિશેષતા
ગુજરાતી સાહિત્યને તેમના શબ્દોથી અજવાળનાર કવિ દાદુદાન ગઢવી દાદ નામથી વધુ ઓળખાય છે. ગરવા ગિરનારના આ કવિને પદ્મશ્રી સન્માનથી સન્માનિત કરાશે. કવિ દાદ મૂળ ઇશ્વરિયાના છે. 82 વર્ષિય કવિ દાદને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાશે. કવિ દાદને આ સન્માન મળતા ચારણ સમાજ અને ગુજરાતનું ગૌરવ વધ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકવિ દાદને એવોર્ડથી સન્માન પદ્મશ્રી પહેલા જ કવિ દાદને ગુજરાત ગૌરવ અને ઝવેરચંદ મેઘાણી એવોર્ડ એનાયત કરાયો હતો. તેમની રચનામાં માટીની મહેક છે તો ગુજરાતની પરંપરાની ઝલક છે તેથી દરેક રચના સૌ કોઇને એટલી જ પોતીકી લાગે છે.
કવિ દાદની અદભૂત અમર રચના:કવિ દાદે ગુજરાતી ફિલ્મમાં યાદગાર ગીતો આપ્યાં છે. તેમણે 15થી વધુ ગુજરાતી ફિલ્મ માટે ગીતો રચ્યાં છે. કવિ દાદનું કન્યા વિદાયનું ગીત ‘કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી જાય” ખૂબ લોકપ્રિય ગીતોમુનું એક છે. કવિ દાદે લોકગીત ઉપરાંત અનેક ભજનની પણ રચના કરી છે. કૈલાશ કે નિવાસ પ્રખ્યાત ભજન દાદની કલમે જ લખાયેલું છે.
જેના પર પીએચડી થાય છે. રચનાકાર માત્ર ચાર ધોરણ પાસ:કવિ દાદની જિંદગીની વિશેષતા એ છે કે, તેઓ ખુદ ચાર ધોરણ પાસ છે પરંતુ તેના પર અનેક થીસિસ તૈયાર થયા છે. ગીતો અને કવિતામાં તેમનું ખેડાણ નોંધનિય છે. તેમણે ગુજરાતી ફિલ્મને અનેક સુદર ગીતો આપ્યા છે. જે આજે પણ અમર અને અસ્મરણીય છે. ‘ટેરવા’ તેમનો સૌથી લોકપ્રિય ગ્રંથ છે. જે 8 ભાગમાં પ્રકાશિત થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -