Pragati Aahir: કોંગ્રેસ માટે લાકડીઓ પણ ખાધી છે, વાંચો સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ પ્રગતિ આહીરનો લેટર
હું પ્રગતિ આહીર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ મહિલા અદ્ય તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા તરીકે પાર્ટીમાં નિષ્ઠાથી કામ કરી રહી છું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિધાનસભા ચૂંટણીમાં પણ ગુજરાત મીડિયા તથા નેશનલ મીડિયામાં કોંગ્રેસ પાર્ટીની વિચારધારાને મજબૂતીથી રાખી છે અને મહિલા સેવાદળના સંગઠનની બહેનોને પોતાના જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીના પ્રચારની જવાબદારી આપી હતી. હું કોંગ્રેસ પક્ષ સાથે પૂરી વફાદારીથી રહી છું.
ગઈકાલે ચાર વાગે એક મીડિયાથી ફોન આવ્યા બાદ મને ખબર પડી કે ગુજરાત પ્રદેશે મને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી છે. આ સાંભળીને હું પણ આશ્ચર્ચચકિત છું. મને પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે અત્યાર સુધી કોઈ નોટિસ મળી નથી કે કોઈ સસ્પેંડ પત્ર પણ મળ્યો.
. મેં ગુજરાત કોંગ્રેસના સીનિયર નેતાઓને ફોન કરીને પૂછ્યું ત્યારે તેઓ પણ અચંબિત હતા અને મને કહ્યું કે કોઈ ભૂલ રહી ગઈ હશે. આ અંગે અમને કંઈ પૂછવામાં નથી આવ્યું કે કોઈ જાણકારી નપણ નથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સત્ય શોધક સિમિતિના અધ્યક્ષ ડો. નટવરસિંહ ટાવડાને પણ આ અંગે કોઈ જાણકારી નથી.
મેં ગુજરાતમાં સેવાદળ મહિલાઓનું સંગઠન બનાવ્યું છે અને પાર્ટી માટે અનેક પ્રોગ્રામ કર્યા છે. લાકડી પણ ખાધી છે, વિધાનસભા, લોકસભા કે પેટા ચૂંટણીમાં હાર હોય કે જીત, કોંગ્રેસનો પક્ષ મજબૂતીથી રાખ્યો છે.
મારી તમને નમ્ર વિનંતી છે કે કોંગ્રેસ પાર્ટી મારી સાથે ન્યાય કરે અને મને કારણ વગર અપમાનિત કરવામાં આવી છે.
મારી સામે કોઈ પણ પુરાવા રજૂ કરશો તો હું આજીવન રાજનીતિ છોડી દઈશ. હું કોગ્રેસ પક્ષની નિષ્ઠાવાન અને વફાદાર કાર્યકર્તા તરીકે અડગ ઉભી છું અને રહીશ.
મને વિશ્વાસ છે કે તમે મારી સાથે ન્યાય કરશો. જય હિન્દ