રાહુલ ગાંધીએ દ્વારકા ખાતે માણી ગુજરાતી ભોજનની મજા, જુઓ તસવીરો

Continues below advertisement

WhatsApp_Image_2022-02-26_at_1327.36_(1)

Continues below advertisement
1/5
દ્વારકાઃ ગુજરાત કોંગ્રેસની ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે દ્વારકા આવી પહોંચ્યા હતા. તેમનું દ્વારકા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમનું મણિયારા રાસ દ્વારા સ્વાગત કરાયું હતું. દ્વારકા પહોંચતા જ રાહુલ ગાંધી સીધા દ્વારકાધીશના દર્શને પહોંચ્યા હતા.

2/5
દ્વારકાધીશના દર્શન પછી તેઓ માધવરાય ડાઇનિંગ હોલ ખાતે પહોંચ્યા હતા.
3/5
અહીં તેમણે ગુજરાતી ભોજનનો સ્વાદ માણ્યો હતો. તેમની સાથે કોંગ્રેસના અન્ય નેતાઓ પણ જોડાયા હતા.
4/5
ગુજરાત કોંગ્રેસના આગેવાનોને આગામી ચૂંટણી અંગે માર્ગદર્શન આપશે. બપોરે રાહુલ ગાંધી દ્વારકા આવી પહોંચ્યા હતા. દ્વારકા પહોંચતા રાહુલ ગાંધીનું ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, હાર્દિક પટેલ, સુખરામ રાઠવા, પરેશ ધાનાણી સહિતના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. દ્વારકાધીશના દર્શન કર્યા બાદ રાહુલ ગાંધી ભોજન પછી ચિંતન શિબિરમાં પહોંચશે.
5/5
3 સ્થળોએ રાહુલ ગાંધીનું ભાતીગળ સંસ્કૃતિથી સ્વાગત કરાશે. બપોરે 1 વાગ્યા આસપાસ રાહુલ ગાંધી ચિંતન શિબિરમાં કરશે સંબોધન. ચિંતન શિબિરમાં કોંગ્રેસના આગેવાનો વિવિધ મુદ્દે કરશે મંથન. આગેવાનો તરફથી મળેલા સૂચનોને આજે નેતાઓ આપશે આખરી ઓપ.
Continues below advertisement
Sponsored Links by Taboola