Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો હવામાનનું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો હવામાનનું અપડેટ
Continues below advertisement

પ્રતિકાત્મક તસવીર
Continues below advertisement
1/6
ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસાની વિધિવત રીતે શરુઆત થઈ ગઈ છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આજે જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં વરસાદ વરસ્યો છે .
2/6
રાજ્યમાં આગામી સાત દિવસ સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સાત દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામશે.
3/6
હવામાન વિભાગની આગાહી મુજબ, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે ત્યારે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
4/6
આ સાથે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર જિલ્લામાં વરસાદ વરસી શકે છે.
5/6
હવામાન વિભાગ મુજબ આગામી સાત દિવસ મહત્તમ તાપમાન યથાવત રહેશે. એટલે કે ગરમીથી કોઈ રાહત મળવાના અણસાર નથી.
Continues below advertisement
6/6
દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ વરસી શકે છે. આગામી સાત દિવસ સુધી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.
Published at : 26 Jun 2026 06:00 PM (IST)