Gujarat Rain: સાત દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં આપ્યું એલર્ટ
Gujarat Rain: સાત દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં આપ્યું એલર્ટ
Continues below advertisement
પ્રતિકાત્મક તસવીર
Continues below advertisement
1/6
અમદાવાદ: કચ્છમાં લો પ્રેશર અને બે મોનસૂન ટ્રફના કારણે રાજ્યમાં સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
2/6
આજે કચ્છ સહિત સૌરાષ્ટ્રના પાંચ જિલ્લા અને સંઘ પ્રદેશ દીવમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીને લઈને આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
3/6
આ તરફ અમદાવાદમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.
4/6
આવતીકાલે એટલે કે 2 ઓક્ટોબરે કચ્છ સહિત સૌરાષ્ટ્રના મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને જૂનાગઢમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
5/6
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આજે પણ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં સારો વરસાદ વરસ્યો છે. આ બંને જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે.
Continues below advertisement
6/6
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની દ્વારા જણાવાયું છે કે, રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરેરાશ 108 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.
Published at : 01 Oct 2025 07:59 PM (IST)