Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે, આગામી 48 કલાક ભારે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
Continues below advertisement

પ્રતિકાત્મક તસવીર
Continues below advertisement
1/6
અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણ સક્રિય થઈ ગયું છે.ગુજરાતના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.
2/6
એકસાથે અનેક વેધર સિસ્ટમ સક્રિય થતાં આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે.
3/6
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં એકસાથે 6 સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ટ્રફ, શેયર ઝોન, અપર એર સાકલોનીક સર્ક્યુલેશન, સીઝનલ ટ્રફ, લો પ્રેશર સક્રિય થયું છે.
4/6
હવામાનના લેટેસ્ટ અપડેટ અનુસાર, આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
5/6
આજે અરવલ્લી, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, રાજકોટ, પોરબંદર, ભાવનગર, દ્વારકામાં પણ ભારેથી અતિભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.
Continues below advertisement
6/6
આજે જામનગર, બોટાદ, સાબરકાંઠા, ખેડા, આણંદ, પંચમહાલ અને મહીસાગર ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
Published at : 03 Jul 2026 06:27 PM (IST)