Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નર્મદા , ભરૂચ , સુરત , ડાંગ , નવસારી , વલસાડ , દમણ , દાદરા નગર હવેલી અને તાપીમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા અહીં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુરમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે અહીં યલો એલર્ટ આપ્યું છે.
હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીના પગલે આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.
રાજ્યમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે. જેમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં 124 મિ.મી એટલે કે 4 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે.
રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 22.62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 30.21 ટકા વરસાદ વરસ્યો છે. તો કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં 25.63 ટકા વરસાદ પડ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 25.44 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઉતર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 15.66 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે મધ્ય ગુજરાત સિઝનનો અત્યાર સુધીમાં 14.98 ટકા વરસાદ વરસ્યો છે.