Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
અમદાવાદ: હવામાન વિભાગે ગુજરાતમાં સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. આગામી 7 દિવસ સુઘી રાજ્યભરમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરાઈ છે. આજે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં માછીમારો માટે વોર્નિગ આપવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
અમદાવાદમાં પણ આજે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં અત્યાર સુઘી 18 ટકા વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં 50 ટકાથી વધારે વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રમાં 276 મિલી વરસાદની જગ્યાએ 413.1 મિલી વરસાદ નોંધાયો છે. મધ્ય-ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 451 મિલી વરસાદની જગ્યાએ 431 મિલી વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ઓવરઓલ 353 મિલી વરસાદ હોવો જોઈએ તેની જગ્યાએ 418 થયો છે.
અમદાવાદ શહેરમાં આજે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શહેરમાં આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે.
રાજ્યના 12 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
સૌરાષ્ટ્રના 6 મધ્ય અને દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર આપવામાં આવ્યું છે. 16 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.