Gujarat: રાજ્યના આ જિલ્લાઓમાં ખાબકશે ધોધમાર વરસાદ, જાણો શું છે આગાહી

રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરુ થવાનો છે. હવામાન વિભાગ દ્વારા આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
અમદાવાદ : ગુજરાતના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાત માટે અત્યંત ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. હવામાન વિભાગ મુજબ અહીં ધોધમાર વરસાદની શક્યતા છે.
2/6
હવામાન વિભાગે પોતાની આગાહીમાં જણાવ્યું કે, ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે ધોધમાર વરસાદ ખાબકશે. આવતીકાલે ડાંગ, નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કાલે દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે.
3/6
દેશના પૂર્વ ભાગમાં લો પ્રેશર સિસ્ટમ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફ લાઈન, મોન્સૂન ટ્રફ સક્રિય થવાના કારણે આગામી ત્રણ દિવસ ખૂબ જ ભારે રહેશે.
4/6
અમદાવાદમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદ સાથે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે.
5/6
હવામાન વિભાગ મુજબ આજે એટલે કે 4 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના નર્મદા અને તાપીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
6/6
રાજ્યમાં સિઝનનો સરેરાશ 90.81 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 95.31 ટકા, દક્ષિણ ગુજરાતમાં 94.48 ટકા, પૂર્વ મધ્યમાં 90.58 ટકા, કચ્છમાં 85.14 ટકા અને સૌરાષ્ટ્રમાં 84.48 ટકા વરસાદ વરસ્યો છે.
Sponsored Links by Taboola