Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં ભારે પવન સાથે તૂટી પડશે વરસાદ, જાણો શું છે આગાહી
અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ કલાક સુધી ભારે પવન અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાન વિભાગની આગાહી અનુસાર, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, રાજકોટ અને જામનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં ત્રણ કલાક દરમિયાન વરસાદ વરસી શકે છે.
સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં મહીસાગર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ,દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગર જિલ્લાનો સમાવેશ થાય છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે, જ્યારે અન્ય કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદની શક્યતા છે.
આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને કેટલાક અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આજે બપોરે આ આગાહી જાહેર કરી છે.
23 જૂને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જેમાં ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડશે. જ્યારે 24 જૂને છૂટાછવાયા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નર્મદા અને તાપીમાં આગાહી કરાઈ છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.