Rain In Devbhumi Dwarka : દેવભૂમિ દ્વારકામાં સર્વત્ર મેઘમહેર, દ્વારકા મંદિરના પગથિયાથી વહ્યો ધોધ, જુઓ Photos
દ્વારકા પથકમાં ભારે વરસાદને કારણે નાગેશ્વર જ્યોતિર્લીંગ તરફ જતા માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાયાં.હંમેશા યાત્રાળુંઓની વર જવરથી ધમધમતા રહેતા રોડ સૂમસામ થયા. દ્વારકાથી નાગેશ્વર વચ્ચે 8 જેટલા સ્થળો પાણીના વહેણથી પ્રભાવિત થયા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેવભૂમિ દ્વારકામાં વિશ્વ વિખ્યાત જગતમંદિરના 56 પગથિયાથી જાણે વરસાદી પાણીનો ધોધ વહ્યો. જાણે મેઘરાજાએ શ્રીકૃષ્ણના ચરણ પખાળ્યા હોય એવું લાગી રહ્યું હતું.
ભારે પવન સાથે ત્રાટકેલા ધોધમાર વરસાદના પગલે દ્વારકાના ભાણવડ તાલુકાના મોટા ગુંદા ગામે પવનચક્કીના પાંખીયા તૂટ્યાં.
દ્વારકા શહેરના ભદ્રકાળી ચોક, નગર પાલિકા વિસ્તાર, ઇસ્કોન ગેર, રબારી ગેર તમામ વિસ્તાર પાણી પાણી થઇ ગયા. ભદ્રકાળી ચોકમાં અનેક દુકાનો અને રેકડિયો બંધ કરવાની ફરજ પડી. અનેક વાહનો બંધ થયા.
કલ્યાણપુર તાલુકાના કલ્યાણપુર હરીપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદને કારણે અનેક ખેતરોમાં પાણી ભરાયાં. અમુક ગ્રામ્ય વિસ્તારોમાં તો ખેડૂતો ખેતરથી ઘર અને ઘરથી ખેતર જય શકતા નથી.
દ્વારકામાં મુશળધાર વરસાદને પગલે તાલુકાનો પોસીત્રા ગામ તરફ જતા માર્ગ પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો.લુંણાઈ માતાજી મંદિર વાળા પૂલિયા પર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો.