ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: 12 કલાકમાં 92 તાલુકામાં વરસાદ! વાપીમાં 6.81 ઈંચ, જાણો તમારા વિસ્તારની સ્થિતિ!
Rain in Gujarat today: દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી.
Gujarat weather report: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા વરસાદી માહોલ વચ્ચે આજે ગુરુવારે મેઘરાજાએ રાજ્યના અનેક વિસ્તારોને ઘમરોળ્યા હતા. સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીના માત્ર 12 કલાકમાં રાજ્યના કુલ 92 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
1/5
Monsoon in Gujarat today: આ સમયગાળા દરમિયાન, સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના વાપીમાં 6.81 ઈંચ અને પારડીમાં 5.04 ઈંચ નોંધાયો હતો, જેના કારણે સ્થાનિક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
2/5
રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે. આજે સાંજના 4 વાગ્યા સુધીના આંકડા મુજબ, વલસાડ જિલ્લામાં વાપી અને પારડી ઉપરાંત કપરાડામાં 4.49 ઈંચ, ધરમપુરમાં 4.25 ઈંચ અને ઉમરગામમાં 3.9 ઈંચ વરસાદ પડ્યો હતો.
3/5
આ ઉપરાંત, નવસારીના ખેરગામમાં 3.86 ઈંચ, ભરૂચના હાંસોટમાં 3.58 ઈંચ, સુરતના ઓલપાડમાં 3.5 ઈંચ અને ડાંગના વધઈમાં 3.43 ઈંચ વરસાદ નોંધાયો હતો.
4/5
રાજ્યના 29થી વધુ તાલુકાઓમાં 1 થી 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જેણે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી હતી અને ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યાપી હતી. જોકે, 63 થી વધુ તાલુકાઓમાં 1 ઈંચથી ઓછો હળવો વરસાદ નોંધાયો હતો.
5/5
આ કમોસમી વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, પરંતુ હાલ કોઈ મોટી નુકસાનીના અહેવાલ નથી. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
Published at : 19 Jun 2025 07:14 PM (IST)