Rain Photos: ધરોઇ ડેમમાં પાણીની ભરપુર આવક, જળસપાટી 600.67 ફૂટ સુધી પહોંચી, તસવીરોમાં જુઓ ડેમ...
Dharoi Dam Water Level: ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ જામ્યો છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે મહેસાણા જિલ્લામાં અને ઉપરવાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.
ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે પાણીની આવક ધરખમ વધારો થયો છે. હાલમાં સાબરમતી નદી અને કેનાલોમાં પાણી છોડવામાં પણ આવી રહ્યું છે.
તાજા અપડેટ પ્રમાણે, છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા વરસાદ ગુજરાતમાં તબાહી મચાવી છે. ઉપરવાસમા પણ ભારે વરસાદ ખાબકી રહ્યો છે. સિઝનના પ્રથમ વરસાદમાં જ ધરોઇ ડેમની જળસપાટી વધી છે અને હાલમાં જળસ્તર 600.67 ફૂટ સુધી પહોંચ્યુ છે.
ધરોઇ ડેમમાં નવા નીરની આવક થતા જળસપાટી વધી છે, જેના કારણે દરવાજા પણ ખોલવામાં આવ્યા છે. ધરોઈ ડેમની હાલની જળસપાટી 600.67 ફૂટ પહોંચી છે, જ્યારે ધરોઈ ડેમની કુલ જળસપાટી 622 ફૂટ સુધીની છે.
મહેસાણા અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક વધતાં ડેમની જળસપાટી વધી હતી.
ડેમની જળસપાટી 600.67 ફૂટની થતાં દરવાજા ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં છે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગરમાં નદી પર એલર્ટ આપવામાં આવ્યુ છે.
અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લાના વહિવટીતંત્રને એલર્ટ કરીને સાબરમતી નદીમાં અવરજવર નહીં કરવા તેમજ ઘટતી કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં છે.