રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, પણ મોનસૂન ટ્રફ એક્ટિવ રહેતા આ વિસ્તારમાં વરસાદ ભુક્કા બોલાવશે
Gujarat Rain Alert: હવામાન વિભાગ અનુસાર, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે અત્યાર સુધીમાં 29% વધુ વરસાદ નોંધાયો.
Gujarat Rain: ગુજરાતમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે અને હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ આગાહી ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રિજિયન ના કેટલાક વિસ્તારો માટે કરવામાં આવી છે.
1/5
રાજ્યમાં 1 જૂન થી 10 સપ્ટેમ્બર સુધીમાં સામાન્ય કરતાં 29% વધુ વરસાદ નોંધાયો છે, જે આ સિઝનમાં 832.9 મીમી પર પહોંચ્યો છે. આ ઉપરાંત, માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચન પણ આપવામાં આવ્યું છે.
2/5
હવામાન વિભાગે જણાવ્યા અનુસાર, હાલ રાજ્યમાં મોનસૂન ટ્રફ સક્રિય છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. જોકે, સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર ઓછું થવાની શક્યતા છે.
3/5
આગામી 7 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રિજિયન માં હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે. અમદાવાદમાં પણ હળવા વરસાદની શક્યતાઓ રહેલી છે.
4/5
હાલના હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન આપવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા છે, જે દરિયામાં જોખમી સાબિત થઈ શકે છે.
5/5
આ વર્ષે ગુજરાત માં ચોમાસું ખૂબ જ સક્રિય રહ્યું છે. 1 જૂન થી 10 સપ્ટેમ્બર સુધીના આંકડા અનુસાર, રાજ્યમાં કુલ 832.9 મીમી વરસાદ નોંધાયો છે. આ આંકડો સામાન્ય રીતે આ સમયગાળામાં 643.3 મીમી હોવો જોઈએ. આ રીતે, રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ કરતાં 29% વધુ વરસાદ નોંધાયો છે, જે કૃષિ અને જળ સંગ્રહ માટે લાભદાયક સાબિત થયો છે.
Published at : 10 Sep 2025 09:33 PM (IST)