Rain: દાદરાનગર હવેલીમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ, તળાવ નજીક ફસાયેલા 21 લોકોનું NDRFની ટીમે કર્યું રેસ્ક્યુ
ભારે વરસાદના કારણે દાદરાનગર હવેલીના તલાવલી કનેવલ તળાવ નજીક ફસાયેલા લોકોનું એનડીઆરએફની ટીમ દ્ધારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજિલ્લા પ્રશાસક દાદરા નગર હવેલી તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર, NDRFની છ ટીમે તલાવલી કનેવલ, દાદર નગર હવેલી (યુટી) ખાતે કેટલાક લોકો ફસાયા હતા.
જાણકારી મળતા એનડીઆરએફની છ ટીમો દ્ધારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું 21 લોકોના જીવ બચાવ્યા હતા. બચાવવામાં આવેલા લોકોમાં છ પુરુષ, 12 મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે.
સુરતના બારડોલીમાં પણ રાત્રી દરમિયાન ભારે વરસાદ વરસ્યો હતો. જેને પગલે બારડોલી ખાતે જલારામ મંદિર પાછળ 13 વ્યકિતઓને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ડી.એમ. નગર અને એમ.એન.પાર્ક માંથી ૧૧ વ્યકિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ.
નવસારી, વલસાડ બાદ સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. મહુવા, બારડોલી અને પલસાણામાં ભારે વરસાદ વરસ્યો હતો. સુરત જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
સુરતના મહુવામાં 24 કલાકમાં 12 ઈંચ, બારડોલીમાં 8 ઈંચ, પલસાણામાં 6 ઈંચ વરસાદ વરસ્યો હતો. પાણી ભરાતા બારડોલી સુગર રેલવે અંડરપાસ બંધ કરાયો હતો.
તાપીના વાલોડમાં પણ સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી વાલ્મિકી નદીમાં પાણીની ભરપૂર આવક થઇ રહી છે. નદીઓ બે કાંઠે વહેતી થતાં નદી પર આવેલા લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થયા હતા.
અનરાધાર વરસાદથી તાપી જિલ્લાની નદીઓનો રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું.
ડોલવણના આંબાપાણીથી પસાર થતી પૂર્ણા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યુ હતું. પૂર્ણા નદીના કાંઠા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યું હતું.