Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી
વરસાદની આગાહી
1/6
અમદાવાદ:હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાકને લઈ આગાહી કરાઈ છે. આગામી 3 કલાક સુધી રાજ્યના આ વિસ્તારોમાં છૂટાછવાયા, ભારે અને માધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ પવનની ગતિ 62થી 87 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.
2/6
હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દિવ, રાજકોટ, ભાવનગરમાં ગાજવીજ અને ભારે પવન સાથે ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
3/6
આ સિવાય પોરબંદર, બોટાદ, ડાંગ, સાબરકાંઠામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
4/6
હવામાન વિભાગની આગાહી અનુસાર દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સુરત, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, દાહોદ, મહીસાગર અને કચ્છમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
5/6
સૌરાષ્ટ્રમાં સતત ચોથા દિવસે માવઠાનો માર યથાવત છે. રવિવારે સવારે છ વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા સુધીમાં 26 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે.
6/6
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.
Published at : 12 May 2025 02:21 PM (IST)