Junagadh Rain: જૂનાગઢ શહેર અને જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

જૂનાગઢ શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો હતો. વંથલીમાં 3 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે.

જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં વરસાદ

1/6
દશેરાના દિવસે જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ જમાવટ કરી હતી. જૂનાગઢ શહેરના એમ.જી. રોડ, કાળવા ચોક, મધુરમ બાયપાસ, રાજકોટ હાઈવે સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો.
2/6
ધોધમાર વરસાદને પગલે શહેરના રસ્તા જળમગ્ન થયા હતા. વરસાદની તિવ્રતા પણ એટલી વધુ હતી કે થોડા સમય માટે વિઝિબિલિટી પણ ડાઉન થઈ ગઈ હતી. વિઝિબિલીટી ડાઉન થતા વાહન ચાલકો પણ મુશ્કેલી વેઠતા જોવા મળ્યા.
3/6
ભારે વરસાદને પગલે ભવનાથ તળેટીમાં વરસાદ વરસતા ગિરનાર પર્વત પરથી સોનરખ નદીમાં પાણીનો તેજ પ્રવાહ જોવા મળ્યો.
4/6
દામોદર કુંડમાં પણ પાણીનો તેજ પ્રવાહ વહેતો જોવા મળ્યો. શહેરની જીવાદોરી સમાન વિલિંગ્ડન ડેમ છલકાતા મોટી સંખ્યામાં શહેરીજનો ડેમ પર ઉમટ્યા હતા.
5/6
જૂનાગઢ જિલ્લાના વંથલી, મેંદરડા તાલુકામાં બે-બે ઈંચ વરસાદ વરસ્યો. માળીયા તાલુકામાં દોઢ ઈંચ અને વિસાવદરમાં બે કલાકમાં ઈંચ વરસાદ વરસ્યો.
6/6
વિસાવદરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ગાજવીજ સાથે વરસેલા વરસાદથી જેતલવડ ગામે વીજળી પડતા ખેતરમાં પડેલ ટ્રેક્ટર બળીને રાખ થયું હતું.
Sponsored Links by Taboola