Kheda Rain: નડિયાદમાં ભારે પવન સાથે ધોધમાર ત્રણ ઇંચ વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
Kheda Rain: નડિયાદમાં ભારે પવન સાથે ધોધમાર ત્રણ ઇંચ વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
નડિયાદમાં ધોધમાર વરસાદ
1/6
ખેડા: ખેડા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. આજે વહેલી સવારથી જ ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નડિયાદ શહેરમાં અત્યાર સુધીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
2/6
નડિયાદ શહેરના રબારીવાડ, વીકેવી રોડ, શ્રેયસ ગરનાળા, માઈ મંદિર ગરનાળા , ખોડીયાર ગરનાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. નડિયાદના નીચાણ વાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે.
3/6
નડિયાદ શહેરમાં કાળા ડિંબાગ વાદળો વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી વિઝિબિલિટી ઘટવાના કારણે વાહન ચાલકોને વાહનો ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે.
4/6
નડિયાદ અને આણંદ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. ભારે વરસાદના કારણે ઉમરેઠથી નડિયાદને જોડતા હાઇવે ઉપર પાણી ફરી વળ્યા છે.
5/6
લાંબા વિરામ બાદ નડીયાદ શહેરમાં વરસાદી માહોલ છે. શહેરમાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. નડિયાદના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે.
6/6
ભારે વરસાદને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. વરસાદ બંધ થઈ ગયો હોવા છતા અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે.
Published at : 29 Aug 2025 04:22 PM (IST)