Gujarat Rain: વરસાદ આ જિલ્લાઓમાં કરશે તોફાની બેટિંગ, જાણો હવામાન વિભાગની આગાહી
Rainfall in Gujarat: નવસારીમાં ચોમાસું પ્રવેશ્યું તેને 10 દિવસ પસાર થયા પરંતુ હજુ ચોમાસું નવસારીથી આગળ જ વધ્યું નથી. હવામાન વિભાગના અનુસાર, 11 જૂને ચોમાસું (Monsoon) નવસારીમાં પ્રવેશ્યું હતું, પરંતુ નબળી સિસ્ટમના કારણે તે આગળ વધી શક્યું નહોતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાન વિભાગના મતે, ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. આજે અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, વડોદરા, ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે.
આવતીકાલે એટલે કે શુક્રવારે અમદાવાદ, અમરેલી, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ અને વડોદરામાં વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગના મતે, વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ચોમાસું (Monsoon) ફરી સક્રિય થશે અને રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ (Rain) થશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી 23 જૂનથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શરૂઆત થશે. અંબાલાલ પટેલે સમગ્ર ગુજરાતમાં 30 જૂન સુધીમાં વરસાદની આગાહી કરી છે.
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)