રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણા પોતે અરજદાર બનીને ગોધરા તાલુકા સેવા સદનમાં પહોંચ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે રેશન કાર્ડની તમામ પ્રકારની કામગીરી માત્ર 23 રૂપિયામાં થતી હોવા છતાં, અરજદારોને સોગંદનામું અને બેંક ચલણ સહિત 300 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત, નાયબ મામલતદાર સહિત સંબંધિત કર્મચારીઓને નિયમોની જાણ ન હોવાની હકીકત પણ સામે આવી છે.
સરકારના નિયમો અનુસાર, રેશન કાર્ડ સંબંધિત તમામ પ્રકારની કામગીરીમાં સોગંદનામાની જગ્યાએ નિઃશુલ્ક સ્વ ઘોષણા પત્ર લેવામાં આવે છે.
તેમ છતાં, અરજદારો પાસેથી ખોટી રીતે 250 રૂપિયાનો એફિડેવિટ ખર્ચ કરાવવામાં આવે છે. આ રીતે અરજદારોને આર્થિક રીતે પરેશાન કરવામાં આવતા હતા.
સરકારના ઠરાવ વિરુદ્ધ કામગીરી કરનારા ગોધરા શહેર અને ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સંબંધિત પુરવઠા વિભાગના ઓપરેટરોને શો કોઝ નોટિસ પાઠવીને જવાબ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. આ કાર્યવાહીથી ભવિષ્યમાં અરજદારોને થતી હેરાનગતિ અટકાવવામાં મદદ મળશે.