Tomorrow Weather: આવતીકાલે આ બે જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
Gujarat Rain Alert: દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ યથાવત રહેશે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના, ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું.
Gujarat Weather Alert: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આવતીકાલે નર્મદા અને તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જેના પગલે આ બંને જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
1/5
દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેશે તેવી શક્યતા છે. આ સાથે જ, સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને ત્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
2/5
હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ એટલે કે, ૩ સપ્ટેમ્બરથી ૯ સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
3/5
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, મોન્સૂન ટ્રફના કારણે વરસાદી માહોલ બન્યો છે અને આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનું જોર વધશે.
4/5
આ આગાહીના પગલે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, સુરત અને પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા છે.
5/5
વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને, આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
Published at : 03 Sep 2025 05:56 PM (IST)