Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે સાત દિવસ ભૂક્કા બોલાવશે વરસાદ, જાણો શું છે આગાહી
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે સાત દિવસ ભૂક્કા બોલાવશે વરસાદ, જાણો શું છે આગાહી
પ્રતિકાત્મક તસવીર
1/6
અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા ચોમાસાની વિદાય વચ્ચે આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી સાત દિવસ સુધી અનેક જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે.
2/6
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરી છે.
3/6
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, દિવ અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી લઈને ભારે વરસાદની આગાહી કરી છે.
4/6
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમની બેવડી અસરને કારણે હજુ પણ વરસાદી માહોલ યથાવત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારો માટે ભારે છે.
5/6
આગામી 3 ઓક્ટોબરથી 7 ઑક્ટોબર દરમિયાન રાજ્યના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યમાં હજુ 7 દિવસ વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રના જિલ્લામાં વરસાદનું જોર જોવા મળશે.
6/6
હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર-કચ્છના 6 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મધ્ય ગુજરાતમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે.
Published at : 02 Oct 2025 07:59 PM (IST)