Surat Rain: દક્ષિણમાં મેઘતાંડવ, બે કલાકમાં છ ઇંચ વરસાદથી ઉમરપાડા બન્યુ સ્વીમિંગ પૂલ, તસવીરોમાં જુઓ હાલ...
Rain: ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ અઠવાડિયાથી મેઘતાંડવ ચાલી રહ્યું છે. મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. જેના કારણે અનેક જિલ્લાઓમાં અતિવૃષ્ટીની સ્થિતિ પેદા થઇ છે,
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્થાનિકો અને ખેડૂતોને મોટા પ્રમાણમાં જાનમાલનું નુકસાન પહોંચ્યુ છે. જોકે, હજુ પણ મેઘરાજાનો કહેર ઓછો થઇ રહ્યો છે. આજે ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં વરસાદે કહેર વર્તાવ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર આભ ફાટ્યુ છે, ઉમરપાડામાં સ્થિતિ ગંભીર બની ગઇ છે. તાજા અપડેટ પ્રમાણે, સુરત જિલ્લાના ઉમરપાડામાં આજે આભ ફાટ્યુ છે, ઉમરપાડામાં બે કલાકમાં સાડા 6 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે,
લોકો ઘરોમાં રહેવા મજબૂર બન્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. ઉમરપાડાના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
માહિતી પ્રમાણે, ઉમરપાડામાં ભારે વરસાદના કારણે ઉમરગોટથી સેલમ્બાના લૉ લેવલ કૉઝ વે પર પાણી ફરી વળ્યા છે. કૉઝ-વે પર પાણી ફરી વળતા વાહન-વ્યવહાર બંધ કરવો પડ્યો છે.
હાલમાં ઉમરપાડાની વીરા નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઇ છે. વહારથી બલાલકુવા જામકુઈ સહિતના ગામને જોડતા કૉઝ-વે પાણીમાં ગરકાવ દેખાઇ રહી છે.
મહુંવન અને વીરા નદીમાં પાણીની ભરપૂર આવક નોંધાઇ છે. ચારણી ગામના લૉ લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો છે.
દેશભરમાં ફરી વરસાદનું તાંડવ જોવા મળી શકે છે. અત્યારે ફરી એકવાર નવી સિસ્ટમ એક્ટિવ થઇ રહી છે. હાલમાં દેશના અનેક રાજ્યો પૂરની ઝપેટમાં છે. દરમિયાન બંગાળની ખાડીમાં સર્જાયેલ લૉ પ્રેશર એરિયા હવે ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે.
હવામાન વિભાગ (IMD) એ ઓડિશાના પાંચ જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. અનેક શહેરોના બ્લૉકના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે.