વડનગરમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી, CM ભૂપેંદ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત, જુઓ તસવીરો

વડનગરમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી, CM ભૂપેંદ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત, જુઓ તસવીરો

વડનગરમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી

1/6
International Yoga Day 2025 : વડનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
2/6
મહેસાણા જિલ્લાના વડનગરમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વડનગરના શર્મિષ્ઠા તળાવ પરિસર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત 3 હજાર લોકોએ સામૂહિક યોગ કર્યા હતા.
3/6
વડનગરમાં કુલ 11 અલગ-અલગ સ્થળોએ કુલ 8500 લોકોએ યોગાભ્યાસ કર્યો હતો. આ યોગાભ્યાસમાં 2121 લોકોએ ભુજંગાસન કરી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.
4/6
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ અવસરે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌકોઈને 'મેદસ્વિતામુક્ત, સ્વસ્થ ગુજરાત'નો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.
5/6
મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણી સનાતન, અનંત, અનાદી યોગ સંસ્કૃતિને વિશ્વભરમાં ઓળખ અપાવી છે. તેમણે યોગના મહત્વને ઉજાગર કરતાં જણાવ્યું હતું કે, પ્રાચીન ભારતીય દર્શન 'વસુધૈવ કુટુમ્બકમ' સમગ્ર વિશ્વને એક પરિવાર માને છે તથા યોગ એ એક એવું શાસ્ત્ર છે જે આપણને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્તરે એકાગ્રતાથી જોડે છે.
6/6
મુખ્યમંત્રીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 11મી કડી અને વડાપ્રધાનના સેવાદાયિત્વને પૂરા થયેલ 11 વર્ષને સુભગ સંયોગ ગણાવ્યો હતો. તેમણે યોગની આ પ્રાચીન પરંપરા 'મેદસ્વિતા મુક્ત ગુજરાત, સ્વસ્થ ગુજરાત'ના નિર્માણ થકી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવામાં મહત્વપૂર્ણ બની રહેશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Sponsored Links by Taboola