Banaskantha: બે દિવસમાં સુઈગામમાં 17 ઈંચથી વધુ વરસાદ, બજારો-ખેતરો જળમગ્ન
Banaskantha: બનાસકાંઠાના સુઈગામમાં છેલ્લા બે દિવસમાં 17 ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે સુઈગામની બજારો-ખેતરો જળમગ્ન થયા હતા. સુઈ ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે
બનાસકાંઠાના સુઈગામમાં છેલ્લા બે દિવસમાં 17 ઈંચ વરસાદ વરસ્યો હતો
1/8
બનાસકાંઠાના સુઈગામમાં છેલ્લા બે દિવસમાં 17 ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે સુઈગામની બજારો-ખેતરો જળમગ્ન થયા હતા. સુઈ ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે
2/8
સુઈગામથી નડાબેટ સુધી માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો. બનાસકાંઠા જિલ્લાના સુઈગામમાં ગઈકાલે વરસેલા મુશળધાર વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.બે દિવસમાં સુઈગામમાં 17 ઈંચથી વધુ વરસાદ વરસતા જમીન ત્યાં જળની સ્થિતિ સર્જાઈ છે.
3/8
abp અસ્મિતાની ટીમ સુઈગામની સ્થિતિનો ચિતાર રજૂ કરવા પહોંચી હતી. ગામની બજારોથી લઈને ખેતરો પાણીથી તરબોળ છે. સર્વત્ર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અનેક ગામો બેટમાં ફેરવાયા છે. લોકોનું રેસ્ક્યૂ કરવા NDRF અને SDRFની ટીમ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે.
4/8
બનાસકાંઠા જિલ્લાની શાળાઓમાં આજે રજા જાહેર કરાઈ છે. વરસાદની સ્થિતિને લઈને બનાસકાંઠામાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. આંગણવાડીથી કોલેજ સુધીની શૈક્ષણિક સંસ્થા બંધ રહેશે. દિયોદર, લાખણી, સુઈગામ, ભાભર, થરાદ, વાવની શાળાઓમાં રજા જાહેર કરાઈ હતી.
5/8
પાટણના સાંતલપુરમાં ફસાયેલા 10 લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. પ્રશાસન અને NDRFની ટીમે બોટની મદદથી તમામનું રેસ્ક્યૂ કર્યું હતું. પૂરના પાણીમાં ફસાયેલા લોકોનું મોડી રાત સુધી રેસ્ક્યૂ ચાલ્યું હતું.
6/8
વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં બનાસકાંઠાના કલેક્ટર સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. 28 કલાકમાં વાવ-થરાદમાં 13 ઈંચ વરસાદ વરસ્યો હતો. 28 કલાકમાં ભાભરમાં 16, સુઈગામમાં 17 ઈંચ વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં 500થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું હતું.
7/8
બનાસકાંઠા જિલ્લામાં 1.50 લાખ ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું. 258 વીજળીના થાંભલાને નુકસાન, 279 ગામમાં વીજ પુરવઠો ઠપ થયો હતો. વીજ પુરવઠો ફરી કાર્યરત કરવા વીજ વિભાગની ટીમો કામે લાગી હતી. બનાસકાંઠા જિલ્લામાં NDRF અને SDRFની ટીમો તૈનાત છે. નદી કાંઠા અને નીચાણાવાળા વિસ્તારથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
8/8
બનાસકાંઠામાં પૂરગ્રસ્ત વિસ્તારમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મુલાકાત કરી હતી. ટ્રેકટરમાં બેસી થરાદ, સૂઈગામ, વાવની સ્થિતિનો ચિત્તાર મેળવ્યો હતો. પૂર અસરગ્રસ્તોને વિધાનસભા અધ્યક્ષે ફૂડ પેકેટ, રાહત સામગ્રીનું વિતરણ કર્યું હતું.
Published at : 09 Sep 2025 11:17 AM (IST)