Chimer WaterFall Photos: 300 ફૂટની ઉંચાઇથી નીચે પડતા તાપીના ચીમર ધોધનો અદભૂત નજારો, જુઓ.....
Tapi Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદે માજા મુકી છે, ચોમાસાની શરૂઆતમાં જ વરસાદે આખા ગુજરાતને ઘમરોળ્યુ છે, આ બધાની વચ્ચે ક્યાંક તબાહી તો ક્યાંક કુદરતી સૌંદર્યના દ્રશ્યો સામે આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે તાપીમાં પડેલા વરસાદે જિલ્લાના મોટા ભાગના ધોધને જીવત કરી દીધા છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ચારેય બાજુ વરસાદ પડી રહ્યો છે, આ કારણે ચિમેર ધોધ સક્રિય થયો છે.
જિલ્લાના સોનગઢ સહિત ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને લઈને ચીમેર ધોધ ચોમાસામાં સક્રિયા થઇ ગયો છે.
સોનગઢ તાલુકાના જંગલ વિસ્તારમાં આવેલ ચીમર ધોધ સક્રિય થતા કુદરતીની સોંદર્યતા ખીલી ઉઠી છે.
ચીમર ધોધ ગાઢ જંગલોમાંથી અંદાજે 300 ફૂટની ઊંચાઈએ નીચે પડી રહ્યો છે. સહેલાણીઓ આ ધોધને જોવા માટે ધીમે ધીમે વધી રહ્યાં છે.
ખાસ વાત છે કે, ચીમર ધોધ પહાડોની વચ્ચે 300 ફૂટની ઉંચાઇએથી જમીન પર પડી રહ્યો છે, ધોધના અદભૂત દ્રશ્યો સોશ્યલ મીડિયા પર પણ ખુબ વાયરલ થઇ રહ્યાં છે.