Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Drone Pilot: કેન્દ્ર સરકારની ડ્રોન દીદી યોજનામાં બનાસકાંઠાની આ મહિલાની થઈ પસંદગી, 15 લાખના ડ્રોન સાથે મળી ઇલેક્ટ્રિક રીક્ષા
Drone Pilot: બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજની એક મહિલાએ ઊંચી છલાંગ લગાવી કેન્દ્ર સરકારની ડ્રોન દીદી યોજના અંતર્ગત લાખો રૂપિયાનું ડ્રોન મેળવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂનામાં 15 દિવસની ટ્રેનિંગ મેળવ્યા બાદ આ મહિલા સફળતાપૂર્વક પોતાના ખેતરમાં ડ્રોનનો ઉપયોગ કરીને દવાનો છંટકાવ કરીને ડ્રોન પાયલટ બની આધુનિક ખેતીની શરૂઆત કરીને સરકારના સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડી રહી છે.
ગ્રામીણ વિસ્તારની મહિલાઓ પગભર બને તે માટે પ્રધાનમંત્રી દ્વારા વિવિધ યોજનાઑ શરૂ કરવામાં આવી છે. આ યોજનાઓમાં ડ્રોન દીદી યોજનાનો પણ સમાવેશ થાય છે. આ યોજના અંતર્ગત મહિલાઓને કૃષિમાં જંતુ નાશક દવાનો છંટકાવ કરવા માટે ડ્રોન આપવામાં આવી રહ્યા છે.
ત્યારે આ મહિલાઓની આ કલ્યાણકારી યોજનામાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રાણપુર ગામની એક મહિલાની પસંદગી થઈ હતી. જે 15 દિવસની પૂનામાં ટ્રેનિંગ લઈને ડ્રોન પાયલટ બની છે.
કેન્દ્ર સરકાર દ્વારા આ મહિલાને ડ્રોન તેમજ જનરેટર અને બેટરી સંચાલિત રીક્ષા આપવામાં આવી છે. જેથી આ મહિલા હવે બનાસકાંઠા જિલ્લામાં ડ્રોન પાયલટ બનતા હવે ડ્રોન દીદી તરીકે ઓળખવા લાગી છે. સાડી પહેરી હાથમાં ડ્રોનનું રિમોર્ટ લઈને પોતાના ખેતરમાં ડ્રોન ઉડાડતી આ મહિલાનું નામ છે તેજલબેન ઠાકોર.
તેજલબેન ઠાકોર સમાજમાંથી આવે છે. ઠાકોર સમાજમાં મહિલાઓ મોટાભાગે ઘરના કામ કાજ કરતી હોય છે અને ઘૂઘટ ઓઢીને રહેતી હોય છે. પરંતુ તેજલબેનના સાસરિયાઓએ તેજલબેન ખેતી માટે પ્રોત્સાહિત કર્યા અને તેમની પસંદગી ડ્રોન દીદી યોજનામાં થતાં સરકાર દ્વારા તેજલબેનને પુના ખાતે 15 દિવસની ટ્રેનિંગ માટે તેમના પરિવારે મોકલ્યા અને ત્યાં તેજલબેન ડ્રોન ઉડાડવા તેમજ તેના દ્વારા ખેતી કેવી રીતે કરવી તેનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું.