માંડવી નજીક કાજુ ભરેલો ટેમ્પો પલટ્યો: મદદને બદલે લોકોએ ચલાવી કાજુની લૂંટ

ટાયર ફાટતા અકસ્માત સર્જાયો, રોડ પર પથરાયેલા કાજુ રાહદારીઓ અને વાહનચાલકોએ ખિસ્સા ભર્યા.

Cashew loot Mandvi: માંડવી તાલુકાના નોગામા ગામ નજીક એક દુઃખદ ઘટનામાં કાજુ ભરેલો એક ટેમ્પો પલટી મારી ગયો હતો.

1/5
આ અકસ્માતમાં જાનહાનિ થઈ નહોતી, પરંતુ અકસ્માત બાદ લોકો દ્વારા જે દ્રશ્યો સર્જાયા તે માનવતા અને નાગરિકતા પર સવાલ ઉભા કરનારા હતા.
2/5
મદદ કરવાને બદલે, રાહદારીઓ અને વાહનચાલકોએ રોડ પર પથરાયેલા કાજુની લૂંટ ચલાવી હતી.
3/5
પ્રાથમિક માહિતી મુજબ, માંડવી નજીક નોગામા ગામ પાસેથી પસાર થઈ રહેલા કાજુ ભરેલા એક ટેમ્પોનું અચાનક ટાયર ફાટ્યું હતું.
4/5
ટાયર ફાટવાને કારણે ટેમ્પો ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો અને ટેમ્પો રોડ પર પલટી મારી ગયો હતો.
5/5
ટેમ્પો પલટી મારી જતા તેમાં ભરેલા કાજુના કેરેટ રોડ પર વેરવિખેર થઈ ગયા હતા અને હજારો કિલો કાજુ રોડ પર પથરાયા હતા.
Sponsored Links by Taboola