Diwali Rangoli PHOTO: ગુજરાતના કોંગી નેતાઓની અનોખી રંગોળી, ભારત જોડો યાત્રા અને ખેડૂતોના પ્રશ્નોને આપી વાચા
Diwali Rangoli PHOTO: દિવાળીના દિવસે લોકો પોતાના ઘરે રંગાળી બનાવી ઉજવણી કરતા હોય છે. પરંતુ આ વર્ષે ગુજરાતના કોંગ્રેસના નેતાઓએ કઈંક અનોખી રંગોળી બનાવી દિવાળીની ઉજવણી કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ પોતાના ઘરે રંગોળી કરી અનોખો વિરોધ કર્યો છે.
આ ઉપરાંત કોંગ્રેસના સેવાદળના મહિલા પ્રમુખ પ્રગતિ આહિરે ભારત જોડો યાત્રાની થીમ પર રંગોળી બનાવી છે.
પાલભાઈએ ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈ રંગોળી બનાવી છે.
દિવાળીના દિવસે રંગોળી પર દીવડા પ્રગટાવી સરકારના મગજમાં પ્રકાશ પાડવા અનોખો વિરોધ નોંધાવ્યો.
પાલભાઈએ કહ્યું, સરકાર અમારા પ્રશ્નો સાંભળતી ન હોય ન છૂટકે અમારે અનોખો વિરોધ કરવો પડે છે.
ચાલુ વર્ષે 120% થી 291% સુધી પડેલા વરસાદ વાળા તાલુકાઓમાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરી છે. આ ઉપરાંત પાક નુકશાનીનું વળતર તાત્કાલિક ચુકવવા માંગ કરવામાં આવી છે.
પ્રગતિ આહિરે દિવાળી નિમિત્તે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની થીમ પર વિશાળ રંગોળી બનાવી હતી.