Diu PHOTO: હવે બદલાઈ જશે દીવની સકલ સુરત, કરોડોના ખર્ચે બનશે સી ફ્રન્ટ
Diu PHOTO: સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવના દરિયા કિનારે વિશાળ સી ફ્રન્ટ બનાવની કામગીરી હાથ ધરાઈ છે. આવનારા વર્ષમાં પ્રવાસીઓ દીવને નવા રંગ રુપમાં જોશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેન્દ્ર શાસિત પ્રદેશ અને પ્રવાસન દીવનો સ્માર્ટ સીટીમાં સમાવેશ થયા બાદ અહીં એક પછી એક પ્રોજેકટ પર કામગીરી હાથ ધરવામાં આવી છે.
દીવના દરિયા કિનારે લોકો માટે વધુ એક સુવિધા યુક્ત સી ફ્રન્ટ બનવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
દીવના દરિયા કિનારે સી ફ્રન્ટનું કામ હાથ ધરવામા આવ્યું છે.
આ સી ફ્રન્ટ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થવા જઈ રહ્યો છે.
તો આગામી સમય બીજો એક મોટો પ્રોજેકટ પણ આકાર પામશે. દેશનો પહેલો દરિયા પર રોપ વે પણ દીવમાં આકાર પામશે. જે પણ 40 કરોડના ખર્ચે દરિયા ઉપર દોઢ કિમી લંબાઈ ધરાવતો આકાર પામશે.
દીવ કિલ્લા નજીક આવેલા પોલીસ સ્ટેશનથી શરૂ થઈ ઘોઘલા સુધી આ રોપ વે તૈયાર થવા જઈ રહ્યો છે.
હાલ દીવંમા અનેક કામો થઈ ચૂક્યા છે તો આગામી દિવસોમાં રોપવે સી ફ્રન્ટ બસ સ્ટેન્ડ હોટેલ સહિત અનેક પ્રોજેક્ટો ખુલા મુકવામાં આવશે. જેને લઈ દીવની સકલ અને સુરત બદલાય જશે.