Gujarat Rain: આજે પણ આ જિલ્લાઓમાં વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Gujarat Rain: આજે પણ આ જિલ્લાઓમાં વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Continues below advertisement
Gujarat Rain: આજે પણ આ જિલ્લાઓમાં વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

પ્રતિકાત્મક તસવીર

Continues below advertisement
1/6
Gujarat Rain: ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. વરસાદની આગાહીના પગલે ખેડૂતો ચિંતામાં છે.
Gujarat Rain: ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. વરસાદની આગાહીના પગલે ખેડૂતો ચિંતામાં છે.
2/6
અમદાવાદ સહિત રાજ્યના 12 જિલ્લામાં આજે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી સહિત ભાવનગર અને બોટાદમાં હળવો વરસાદ વરસી શકે છે. 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે.
3/6
ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માવઠાની આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
4/6
હવામાન વિભાગે ભાવનગર, અમરેલી, બોટાદમાં સામાન્યથી લઈ મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
5/6
દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે. સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે.
Continues below advertisement
6/6
ગુજરાતમાં ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદ વરસ્યો છે. ભાવનગર જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો.
Sponsored Links by Taboola