જિજ્ઞેશ મેવાણીના વિરોધમાં થરાદ અને પાટણમાં આક્રોશ, પોલીસ પરિવાર અને સમર્થકો રસ્તા પર ઉતર્યા

પોલીસના પટ્ટા ઉતારવાના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના નિવેદનને લઈ થરાદ અને પાટણમાં આક્રોશ જોવા મળ્યો હતો. પોલીસ પરિવાર અને સમર્થકો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Continues below advertisement

પોલીસ પરિવાર અને સમર્થકો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Continues below advertisement
1/6
પોલીસના પટ્ટા ઉતારવાના ઘારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના નિવેદનને લઈ થરાદ અને પાટણમાં આક્રોશ જોવા મળ્યો હતો. પોલીસ પરિવાર અને સમર્થકો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલાઓએ પણ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. પોલીસના સમર્થનમાં વેપારીઓએ બજાર બંધ રાખી હતી.
2/6
મેવાણીના વિરોધમાં થરાદમાં લોકો રસ્તા પર ઉતર્યા હતા. પોલીસના સમર્થનમાં થરાદના વેપારીઓએ બજારો બંધ રાખી હતી. મેવાણીએ આપેલી ધમકી સામે થરાદમાં આક્રોશ જોવા મળ્યો હતો. થરાદમાં મહિલાઓએ પ્લેયકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. હાથમાં બેનર-પોસ્ટર સાથે મેવાણીનો વિરોધ કર્યો હતો. બજારો સ્વયંભૂ બંધ રાખી વેપારીઓએ પોલીસને સમર્થન આપ્યું હતું.
3/6
પાટણમાં પણ પોલીસ પરિવાર અને સમર્થકો રસ્તા પર ઉતર્યા હતા. પોલીસ હેડ ક્વાર્ટરથી કલેકટર કચેરી સુધી સૂત્રોચ્ચાર સાથે રેલી નીકળશે. ધારાસભ્ય મેવાણીના ધમકી ભર્યા મેસેજ બાદ પોલીસ પરિવારમાં આક્રોશ છે. મેવાણીએ પોલીસ પ્રશાસનને અપમાનિત કર્યાનો આરોપ લાગ્યો હતો. ધારાસભ્યએ પોલીસ પરિવારની લાગણી દુભાવતા શબ્દનો ઉપયોગ કર્યાનો આરોપ લાગ્યો છે. ધારાસભ્ય વિરૂદ્ધ પોલીસ પરિવાર કલેકટરને આવેદનપત્ર આપશે. જિજ્ઞેશ મેવાણી પર વાવ-થરાદ પોલીસનો ગંભીર આરોપ છે. વાવ-થરાદ એસપીએ મેવાણી પર લોકોને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે મેવાણીના નિવેદનને ગેરબંધારણીય ગણાવ્યું હતું. જનપ્રતિનિધિઓને ન શોભે તેવી ભાષાનો ઉપયોગ કર્યો હતો.
4/6
વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ એસપી કચેરીએ ખાતે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ થરાદના શિવનગર વિસ્તારના રહીશોને સાથે રાખી દારૂની બદી વિશે રજૂઆત કરવા માટે સૂત્રોચાર અને ધરણા યોજ્યા હતા. જોકે સમગ્ર મામલાને લઈને જીગ્નેશ મેવાણીનો આક્રમક અંદાજ સામે આવ્યો હતો. કોંગ્રેસની જનસભા બાદ મેવાણી શિવ નગરની મહિલાઓ સાથે એસપી કચેરી પહોંચ્યા હતા.
5/6
જ્યાં દારૂ અને ડ્રગ્સના દૂષણ મામલે રજૂઆત કરતી સમયે પોલીસની વર્દી ઉપર સવાલ ઉઠાવ્યા હતા. પોલીસના પટ્ટા ઉતારવાની વાતો કરી હતી તો સાથે સાથે ગૃહમંત્રી વિશે પણ શૈક્ષણિક લાયકાત મામલે રાજકીય આરોપો લગાવવામાં આવ્યા હતા જોકે સમગ્ર મામલાને લઈને થરાદ પોલીસે પ્રેસનોટ રજૂ કરી છે.
Continues below advertisement
6/6
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના પોલીસના પટ્ટા ઉતારી દઈશ અને હું પાછળ પડીશ તો છોતરા કાઢી નાખીશ તેવા નિવેદનને પોલીસે અયોગ્ય જણાવ્યું છે. પૂર્વ IPS અધિકારીઓએ મેવાણીના નિવેદનની ટીકા કરી હતી. પૂર્વ આઈપીએસે કહ્યું હતું કે પટ્ટા ઉતારવાનો અધિકાર કોઈ રાજનેતાઓને નહીં. ખૂબ મહેનત બાદ મળતી હોય છે પોલીસની વરદી.
Sponsored Links by Taboola