Gujarat Rain: ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય: આવતીકાલે 9 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
gujarati.abplive.com
Updated at:
23 Aug 2024 05:23 PM (IST)
1
Heavy rainfall Gujarat: આજે અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ભરૂચ અને સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આવતીકાલે અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
3
ગુજરાત થશે પાણી પાણી... કેમ કે, એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આ ત્રણેય સિસ્ટમના એકસાથે સક્રિય થવાથી રાજ્યભરમાં વ્યાપક વરસાદની આશા છે.
4
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અત્યાર સુધી ચાલુ ચોમાસા સીઝનનો 75 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
5
આગામી દિવસોમાં થનાર વરસાદથી આ આંકડો વધુ ઊંચો જવાની શક્યતા છે.