Gujarat Rain: રાજ્યમાં આવતીકાલે 3 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ ભુક્કા બોલાવશે, યલો એલર્ટ જાહેર

Gujarat Weather Alert: આજે ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા.

Gujarat Rain Alert: ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય બન્યું છે અને હવામાન વિભાગે આગામી દિવસો માટે વરસાદની નવી આગાહીઓ જાહેર કરી છે.

1/7
Tomorrow Rain Alert: ખાસ કરીને આવતીકાલે, 15 જુલાઈના રોજ, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
2/7
આજે, 14 જુલાઈના રોજ, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગરમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
3/7
આ ઉપરાંત, બનાસકાંઠા, મહેસાણા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં પણ આજે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જે શહેરીજનોને ગરમીમાંથી રાહત આપશે.
4/7
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. જોકે, આગામી 48 કલાક ગુજરાત પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ થઈ શકે છે.
5/7
સૌરાષ્ટ્રમાં પણ આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વરસાદ વીજળીના કડાકાભડાકા સાથે વરસી શકે છે, જેને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે.
6/7
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય હોવાને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર પૂર્વ રાજસ્થાન પર એક વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે, જ્યારે ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ સિસ્ટમ્સના સંયુક્ત પ્રભાવને કારણે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે.
7/7
જોકે, એક રાહતના સમાચાર એ છે કે આગામી 3 દિવસ બાદ રાજ્યમાં વરસાદને લઈને બ્રેક જોવા મળે તેવી શક્યતા છે, જેનાથી સામાન્ય જનજીવનને થોડી રાહત મળી શકે છે. નાગરિકોને વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
Sponsored Links by Taboola