ટ્રેપ શૂટિંગમાં ભારતને સિલ્વર મેડલ, સુરેંદ્રનગરના બખ્તિયારૂદિન મલિકે મેડલ કોરોનાથી મૃત્યુ પામેલા માતાને સમર્પિત કર્યો , જુઓ.....
Trap Shooting Madel : પેરુમાં યોજાયેલી જુનિયર વર્લ્ડ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશીપમાં સુરેંદ્રનગરના દસાડાના બખ્તિયારૂદિન મલિકે સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. બખ્તિયારૂદિન ભારતીય ટ્રેપ શૂટર્સની ટીમમાં ટોપ થ્રીમાં સ્થાન ધરાવે છે અને હવે તે આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશીપમાં બીજા સ્થાને જીત મેળવીને સિલ્વર બોય બની ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબખ્તિયારૂદિન મલિકના પિતા મુઝાહીદભાઈમાંથી પ્રેરણા લઇને બખ્તિયારે પણ ટ્રેપ શૂટિંગમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું અને ઉતરી ગયો મેદાનમાં.પુત્રને ચેમ્પિયન બનાવવા માટે પિતાએ પણ કોઈ કસર ન છોડી. તેના કારણે જ બખ્તિયારૂદિન ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશીપમાં જૂનિયર તેમજ સિનિયરમાં પણ બે વાર ચેમ્પિયન બન્યો..બાદમાં તે નેશનલ રમવા ગયો. જ્યાં તેણે પહેલા ટોપ-15માં અને પછી ટોપ થ્રીમાં સ્થાન મેળવીને ભારતીય ટીમમાં સ્થાન પાક્કું કરી દીધું.
માનવજીતસિંધ સંધુના પાસે બખ્તિયારૂદિન મલિકે તાલીમ મેળવી.આ તાલીમ દરમિયાન તેના માતા પણ સાથે રહ્યા. પણ એપ્રિલ મહિનો બખ્તિયાર માટે આઘાત લઇને આવ્યો, કોરોનાની બીજી વેવમાં તેની માતા નુસરત બહેનનું નિધન થયું. તે સમયે તે તૂટી ગયો હતો.
પણ પિતા અને મોટાભાઈએ હિંમત આપતા તે ફરી જુસ્સાભેર ટ્રેનિંગમાં લાગી ગયો અને તેની ભારતીય ટીમમાં પસંદગી પણ થઇ. જ્યાં દરેક ખેલાડી 60થી 100ની વચ્ચે રોજ નિશાન લગાવીને તૈયારી કરતા હતા. ત્યાં બખ્તિયાર રોજ 200 શોટ્સ લગાવીને પ્રેકેટિસ કરતો. તેના કારણે તેના આંગળીઓમાં પણ છાલા પડી જતાં.
આખરે તેની મહેનત રંગ લાવી અને પેરુમાં સપ્ટેમ્બર મહિનામાં આયોજિત જુનિયર વર્લ્ડ ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં બખ્તિયારૂદિન મલિક, શાર્દુલ વિહાન અને વિઆન કપૂરની ટીમે સિલ્વર મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે. બખ્તિયારૂદિને આ મેડલ તેની માતાને અર્પણ કર્યો. તે ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતેને માતાનું સપનું પૂર્ણ કરવા માગે છે.