રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય, આવતીકાલે 6 જિલ્લામાં ભુક્કા બોલાવશે વરસાદ, યલો એલર્ટ જાહેર
Gujarat Rain Alert: હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ માટે વ્યાપક વરસાદની આગાહી કરી છે.
Gujarat Weather Forecast: આજે ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની સંભાવના છે, જેમાં સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાઓમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
1/5
અરવલ્લી, મહેસાણા, પાટણ અને ગાંધીનગર જિલ્લાઓમાં ભારે વરસાદ માટે યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
2/5
આ ઉપરાંત, કચ્છ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
3/5
આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભાવનગર, વડોદરા અને ભરૂચ જિલ્લાઓમાં યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
4/5
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સુન ટ્રફના કારણે આ વરસાદી માહોલ સર્જાયો છે.
5/5
રાજ્યના પાટનગર અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
Published at : 05 Sep 2024 03:20 PM (IST)