Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
Paresh Goswami Rain Prediction: પ્રખ્યાત હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવના અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે.
Continues below advertisement

Gujarat rain forecast: તેમના મતે, રાજ્યમાં હજુ ચોમાસાની વિદાય થઈ નથી અને સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં વરસાદનો એક રાઉન્ડ આવવાની પૂરેપૂરી શક્યતા છે.
Continues below advertisement
1/5

10થી 14 સપ્ટેમ્બર દરમિયાન પવનની ગતિમાં વધારો થવાની અપેક્ષા છે. બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમને કારણે સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં એક વરસાદી સિસ્ટમ બનશે.
2/5
24 સપ્ટેમ્બરથી રાજ્યમાં 4-5 દિવસ સુધી વરસાદનો એક રાઉન્ડ શરૂ થશે. અંદાજે 60-70 ટકા વિસ્તારમાં વરસાદની અસર જોવા મળશે.
3/5
2-5 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની વધુ શક્યતા છે.
4/5
ગોસ્વામીએ જણાવ્યું કે આ વર્ષના ચોમાસાની આ છેલ્લી સિસ્ટમ હશે. તેમણે ઉમેર્યું કે નવરાત્રિ દરમિયાન છૂટોછવાયો વરસાદ પડી શકે છે અને ઓક્ટોબરમાં ભારે વરસાદની શક્યતા છે.
5/5
આ ઉપરાંત, તેમણે આગાહી કરી કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહથી ચોમાસાની વિદાય શરૂ થઈ જશે.
Continues below advertisement
Published at : 16 Sep 2024 05:43 PM (IST)