Gujarat Rain: ગુજરાતમાંથી ચોમાસુ ક્યારે વિદાય લેશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એકાદ જગ્યાએ વરસાદ વરસી શકે છે, પરંતુ ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની કોઈ શક્યતા નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે એકાદ જગ્યાએ વરસાદની શક્યતા છે. હવેથી ગુજરાતમાં ચોમાસુ વિદાય લેશે. હવામાન વિભાગે જણાવ્યું કે કેટલાક જિલ્લાઓમાં ચોમાસુ વિદાય લઇ રહ્યું છે.
હાલ ઓક્ટોબરમાં રાત્રિનું તાપમાન નીચું જાય છે. ચોમાસાને લઈ હવામાન વિભાગે કહ્યું ગુજરાતમાંથી આગામી 1-2 દિવસમાં ચોમાસુ વિદાય લેશે.
હવામાન વિભાગના ડાયરેક્ટર, ડો. મનોરમા મોહન્તીએ ગુજરાતના હવામાન અંગે આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં આગામી પાંચથી સાત દિવસમાં વરસાદ વરસવાની શક્યતા નથી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે પરંતુ તે અંગેની શક્યતા પણ ઘણી જ ઓછી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર, ડો. મનોરમા મોહન્તીએ અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ થવા અંગે જણાવ્યુ કે, હાલ અહીં કોઇ શક્યતા નથી. આ બંને જગ્યાએ વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. અહીં મહત્તમ અને લધુત્તમ ટેમ્પરેચર નોર્મલ રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે દેશમાં ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભાગોમાંથી ચોમાસું ટૂંક સમયમાં વિદાય લેશે. લઘુત્તમ તાપમાનમાં નજીવો ઘટાડો થશે પરંતુ દિવસ હજુ પણ ગરમ રહેશે.
દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર પર બનેલુ દબાણનું ક્ષેત્ર હવે નબળું પડી ગયું છે પરંતુ ઝારખંડની આસપાસ રચાયેલ દબાણનું ક્ષેત્ર હજુ પણ અકબંધ છે. તેની અસરને કારણે બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ, સિક્કિમ, પૂર્વ ઝારખંડ અને ઉત્તરી ઓરિસ્સામાં ભારે વરસાદ થઈ શકે છે. પૂર્વ ઉત્તર પ્રદેશથી લઈને પૂર્વ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ સુધી વરસાદની સંભાવના છે.