Heatwave Alert: કાળઝાળ ગરમીનું ટોર્ચર યથાવત, રાજ્યોમાં ભયંકર ગરમીની હવામાન વિભાગની આગાહી, આ રાજ્યોમાં આપ્યું રેડ એલર્ટ
IMD હીટવેવ એલર્ટ: ભારત હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે, ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં આગામી પાંચ દિવસ દરમિયાન હીટવેવની સ્થિતિ ચાલુ રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાન વિભાગે જણાવ્યું હતું કે 25 મે, 2024ના રોજ પૂર્વ મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ, ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ સ્થળોએ ગરમીની લહેરની શક્યતા છે.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ વર્ષથી ભારતના કેટલાક ભાગોમાં ભયંકર ગરમીથી મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થયા છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં શુક્રવાર (24 મે, 2024) સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. IMDએ કેરળમાં ભારે વરસાદની આગાહી કરી છે.
IMD એ ગુરુવારે (23 મે, 2024) તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારેથી અતિ ભારે વરસાદ (115.5-204.5 mm) ની આગાહી કરી છે.
હવામાન વિભાગે જણાવ્યું કે 26 મે, 2024 ના રોજ નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારેથી અતિ ભારે વરસાદ (115.5-204.5 મીમી) થઈ શકે છે.