Aravalli Mountains: અરવલ્લી પર્વતમાળાનો ઈતિહાસ શું છે, તેનું નામ કેવી રીતે પડ્યું?

Aravalli Mountains: અરવલ્લી પર્વતમાળા અબજો વર્ષ જૂની છે. અરવલ્લી પર્વતમાળાનું નામ ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિના રહસ્યો ધરાવે છે.

Continues below advertisement

અરવલ્લી પર્વતોનો ઇતિહાસ

Continues below advertisement
1/6
ભારતના ભૂમિભાગમાં ફેલાયેલી અરવલ્લી પર્વતમાળા હિમાલય કરતાં પણ જૂની છે. આ પર્વતમાળાના શિખરો વૈજ્ઞાનિક, ઐતિહાસિક અને પુરાતત્વીય રહસ્યો ધરાવે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેનું નામ કેવી રીતે પડ્યું ?
2/6
અરવલ્લી પર્વતમાળાનું નિર્માણ પ્રોટેરોઝોઇક યુગ દરમિયાન એટલે આશરે 2.5 થી 3.2 અબજ વર્ષ પહેલાં થયું હતું. અરવલ્લી પર્વતમાળા હિમાલય કરતાં પણ અનેક વર્ષો જૂની છે અને તેને વિશ્વની સૌથી જૂની પર્વતમાળાઓમાંથી એક માનવામાં આવે છે.
3/6
અરવલ્લી નામ બે સંસ્કૃત શબ્દો, આરા અને વાલી પરથી આવ્યું છે. આરા એટલે પર્વત શિખરો અને વાલી એટલે પંક્તિ અથવા સાંકળ. આ નામનો શાબ્દિક અર્થ શિખરોની હરોળ થાય છે. આ નામ પર્વતમાળાની લાંબી સાંકળ જેવી પ્રકૃતિને પ્રતિબિંબિત કરે છે.
4/6
અરવલ્લી પર્વતમાળા માત્ર એક સુંદર પર્વતમાળા જ નથી, પરંતુ ભારતની કુદરતી દિવાલ પણ છે. તે થાર રણને વિસ્તરતા અટકાવે છે. લુની અને બનાસ જેવી નદીઓનું ઉદ્ભવ સ્થાન છે.
5/6
આ પર્વતમાળા ગુજરાતના પાલનપુરથી દિલ્હી સુધી આશરે 670-692 કિલોમીટર ફેલાયેલી છે. અહીં માર્બલ, જસત, તાંબુ અને અન્ય ખનિજો વધારે પ્રમાણમાં મળી આવે છે. આ ખનિજ સંપત્તિ પ્રાદેશિક ઉદ્યોગ અને બાંધકામ માટે મહત્વપૂર્ણ છે.
Continues below advertisement
6/6
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.
Sponsored Links by Taboola