Blue Zone: બ્લુ ઝોનના લોકો કેવી રીતે લાંબી ઉંમર સુધી જીવે છે? જાણો તેમની 5 હેલ્ધી આદતો

Blue Zone: બ્લુ ઝોનમાં રહેતા લોકો અલગથી કસરત માટે સમય કાઢતા નથી. તેઓ ખેતી કરતા હોય છે, રસોઈ બનાવતા હોય છે અને ઘરના કામોમાં રોજ સક્રિય રહે છે. તેમના આ રોજિંદા હલનચલનથી માંસપેશીઓ સતત કાર્યરત રહે છે.

Continues below advertisement

બ્લુ ઝોનના લોકો કેવી રીતે લાંબી ઉંમર સુધી જીવે છે

Continues below advertisement
1/5
આ વિસ્તારોના લોકો મોટા ભાગે વનસ્પતિ આધારિત આહાર લે છે. જેમ કે દાળ, શાકભાજી, અને નટ્સ. તેઓ માંસ અને પ્રોસેસ્ડ ફૂડ ખૂબ ઓછું ખાતા હોય છે. આ પ્રકારનો આહાર શરીરમાં સોજો ઘટાડે છે અને હાર્ટ ડિસીઝ, ડાયાબિટીસ જેવી સમસ્યાઓથી બચાવે છે.
2/5
બ્લુ ઝોનમાં પરિવાર, મિત્રો અને પાડોશીઓ સાથે સંબંધોને ખૂબ મહત્વ આપવામાં આવે છે. આ સામાજિક જોડાણો તણાવ વધારતા હોર્મોને ઘટાડે છે અને માનસિક સ્વાસ્થ્ય સારું રાખે છે. જ્યારે એકલતા અનેક બીમારીઓનું કારણ બની શકે છે. આ કારણે અહીં સાથે ભોજન કરવું, એકબીજાની મદદ કરવી અને મળીને સમય પસાર કરવાની મજબૂત પરંપરા છે.
3/5
આ વિસ્તારોના લોકો સૂતા પહેલા શાંતિપૂર્ણ વાતાવરણ બનાવે છે, પરિવાર સાથે સમય વિતાવે છે, સ્ક્રીન વિના આરામ કરે છે અને પુસ્તકો વાંચે છે. દિવસ દરમિયાન નાની ઝપકી લેવી પણ તેમના જીવનનો ભાગ છે.
4/5
તે ઉપરાંત બ્લુ ઝોનના લોકો જીવનમાં એક સ્પષ્ટ હેતુ રાખે છે. જાપાનમાં તેને ‘ઇકિગાઈ’ અને કોસ્ટા રિકામાં ‘પ્લાન ડે વિદા’ કહેવામાં આવે છે. જીવનનો હેતુ તેમને સક્રિય, ખુશ અને માનસિક રીતે મજબૂત રાખે છે.
5/5
Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.
Continues below advertisement
Sponsored Links by Taboola