આપના આધારકાર્ડ સાથે કેટલા મોબાઈલ નંબર છે લિંક, આ રીતે જાણો, સમજો સ્ટેપ બાય સ્ટેપ
કોઈપણ વ્યક્તિને મોબાઈલ પર વાત કરવા માટે નંબરની જરૂર પડે છે. અને તેના માટે સિમ કાર્ડ જરૂરી છે. સિમ કાર્ડ ખરીદવા માટે, તમારે માન્ય ડોક્યુમેન્ટ આપવા પડે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ સામાન્ય રીતે લોકો સિમ કાર્ડ ખરીદવા માટે આધાર કાર્ડનો ઉપયોગ કરે છે. સિમ ખરીદવા માટે આધાર કાર્ડ સૌથી કોમન ડોક્યુમેન્ટ છે.
પણ શું તમે જાણો છો. તમારા આધાર કાર્ડ સાથે કેટલા નંબર લિંક છે? જો તમને ખબર ન હોય તો જાણી લો. કારણ કે જો તમારા આધાર કાર્ડમાંથી લીધેલ સિમનો દુરુપયોગ થયા તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.
સરકાર દ્વારા નિર્ધારિત નિયમો અનુસાર, એક આધાર કાર્ડમાંથી 9 સિમ કાર્ડ લઈ શકાય છે. કારણ કે જો કોઈના ઘરમાં જરૂર હોય તો તે પોતાના પરિવારના કોઈપણ સભ્ય માટે આધાર કાર્ડ સાથે સિમ કાર્ડ મેળવી શકે છે.
પરંતુ જો અન્ય લોકો તમારા આધાર કાર્ડ પર સિમનો ઉપયોગ કરી રહ્યાં છે. તો આવી સ્થિતિમાં તમે ટેલિકોમ્યુનિકેશન વિભાગમાં જઈને મદદ લઈ શકો છો.
તમારા આધાર કાર્ડ સાથે કેટલા નંબર જોડાયેલા છે? આ માટે તમે tafcop.sancharsaathi.gov.in સાઇટ પર જઈને શોધી શકો છો.
આ સાઈટ પર જઈને સૌથી પહેલા તમારે તમારો નંબર એન્ટર કરવાનો રહેશે. તે પછી કેપ્ચા એન્ટર કરવાનો રહેશે. આ પછી, તમારા મોબાઇલ પર એક OTP મોકલવામાં આવે છે અને તમારે તેને એન્ટર કરો. બાદ આપ જાણી શકશો કે, આપના આધારકાર્ડ સાથે કેટલા નંબર લિંક છે.